Posts

Showing posts from April, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
              Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Image
       ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

જોવાલાયક ધાર્મિક સ્થળ : અંબાજી

 ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું...

ગુજરાતનો પરિચય |Introduction to Gujarat

 ગુજરાતનો પરિચય | Introduction to Gujarat ૧ મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ૧૭ જીલ્લાઓ હતા. (Gujarat’s District and Taluka)૧૯૬૪ માં ગાંધીનગર અને ૧૯૬૬ માં વલસાડ જીલ્લાની રચના થઇ. ૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, અને પોરબંદર જીલ્લાની રચના થઇ. ૨૦૦૦ માં પાટણ જીલ્લાની રચના થઇ. ૨ ઓક્ટોબર, ૨૦૦૭ ના રોજ તાપી જીલ્લાની રચના થઇ. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ અરવલ્લી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મહીસાગર, અને મોરબી જીલ્લાની રચના થઇ. આમ, વર્તમાન માં કુલ ૩૩ જીલ્લાઓ અને ૨૪૯ તાલુકાઓ છે.   ૦૧ અમદાવાદ અમદાવાદ (૧) અમદાવાદ સીટી (ક) ઘાટલોડિયા (ખ) વેજલપુર (ગ) સાબરમતી (ઘ) અસારવા (ચ) મણીનગર (છ) નારોલ (૨) દસક્રોઈ (૩) દેત્રોજ - રામપુરા (૪) માંડલ (૫) વિરમગામ (૬) સાણંદ (૭) બાવળા (૮) ધોળકા (૯) ધંધુકા (૧૦) ધોલેરા ૦૨ અમરેલી અમરેલી (૧) અમરેલી (૨) બાબરા (૩) લાઠી (૪) લીલીયા (૫) કુકાવાવ (વડીયા) (૬) ધારી (૭) ખાંભા (૮) રાજુલા (૯) જાફરાબાદ (૧૦) સાવરકુંડલા (૧૧) બગસરા ૦૩ અરવલ્લી અરવલ્લી (૧) મોડાસા (૨) ભિલોડા (૩) બાયડ (૪) ધનસુરા (૫) માલપુર (૬) મેધરજ ૦૪ આણંદ આણંદ (૧) ...

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

Image
                 Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                     Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટે...