Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.
Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપર...